ખેડૂતો માટે સારા સમાચાર : રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક લાવી ખે...
૧) રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના ૨) ખેત ઓજાર જાળવણી યોજના 2 લાખમાં વધારો કરી 3 લાખ કરા...
November 22, 2020
ઠાકરે સરકાર માં વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
Mantavya Samachar June 12, 2020
ઉદ્ધવ ઠાકરેની સરકારમાં કેબિનેટ મંત્રી ધનંજય મુંડેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ રાજ્યના સામાજિક ન્યાય મંત્રી છે.
ધનંજય મુંડે બુધવારે રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં હાજર રહ્યાં હતા. જેમાં મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ખાસ વાત છે કે, ધનંજય મુંડેના પ્રાઈવેટ સેક્રેટરી સહિત સ્ટાફના અન્ય કર્મચારીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
ધનંજય મુંડે મહારાષ્ટ્ર કેબિનેટના ત્રીજા મંત્રી છે, જેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. અગાઉ ઉદ્ધવ સરકારમાં કેબિનેટ મિનિસ્ટર જિતેન્દ્ર આવ્હાડ અને અશોક ચવ્હાણ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. જો કે હાલ બન્ને નેતાઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ ચૂક્યા છે.